About Us

 Home / About Us

આપણે સનાતન મેડીકોઝ મિત્રો સૌ આપણા સમાજ ના સભ્યો જ છીએ,સમાજ નો જ ભાગ છીએ.આપણે સૌ જાણીએ છીએ કે આપણો સમાજ નિ:શંકપણે સનાતન વૈદિક હિન્દુ ધર્મ નું પાલન કરે છે.

આ ઉપરાંત સમાજ માં એકજ આચાર અને વિચાર કાયમ રહે,એકજ રીત-રિવાજો નું સનાતન વૈદિક હિન્દુ ધર્મ પ્રમાણે ચુસ્તપણે પાલન થાય તે અત્યંત જરૂરી અને અનિવાર્ય છે.આપણે સમાજ થી પર નથી જ,નૈતિક,બૌધિક,આધ્યાત્મિક,માનસિક તેમજ સામાજીક રીતે જોડાયેલા જ છીએ.

ઉપરોક્ત બાબતો નો બૌધિક રીતે ગંભીરતા થી અને ઉંડાણપૂર્વક રીતે વિચાર કરતાં,સાબરકાંઠા ના સનાતની વિચારધારા ધરાવતા તમામ મેડીકોઝ ડોક્ટર મિત્રો એ શ્રેણીબધ્ધ મીટીંગો અને ચિંતન કરી બીજા ઝોન ના સનાતની વિચારધારા ધરાવતા મેડીકોઝ મિત્રો સાથે પરામર્શ કરી માત્ર સારુ શુ છે તે જ નહી પરંતુ,સાચુ શું છે તેની સમજ કેળવી સમાજ ના બુધ્ધિજીવી તરીકે સામાજીક ફરજ અને ઉત્તરદાયિત્વ નિભાવવા,સમાજ નું ઋણ અદા કરવા અને સમાજ સાથે રહી સમાજ ને સંગઠન પુરુ પાડવા અને મજબુત બનાવવા ના ઉદ્દેશ સાથે તા.૭/૬/૨૦૧૩ ના રોજ સનાતન મેડીકોઝ ની રચના કરવા માં આવી,જેનું પ્રથમ સ્નેહમિલન “સ્પંદન” સતરાવાલા ઉમા વિધ્યાપીઠ વલથાણ(સુરત) ખાતે તા.૬ અને ૭ નવેમ્બર-૨૦૧૩ ના રોજ તથા દ્વિતિય સ્નેહમિલન ડોમ્બીવલી,મુંબઇ ખાતે તા. ૧૪ અને ૧૫ નવેમ્બર ૨૦૧૫ ના રોજ ૪૦૦ ઉપરાંત રજીસ્ટ્રેશન સાથે અભૂતપૂર્વ પ્રતિસાદ અને સફળતા થી રંગેચંગે ભવ્યતાતિભવ્ય રીતે ઉજવવામાં આવેલ જેના આપ સૌ સાક્ષી છો જ.

આવી ભવ્ય સફળતા જોતાં સર્વે સનાતની મેડીકોઝ પરિવારજનો એ દર બે વર્ષે વારાફરતી ઝોન પ્રમાણે સ્નેહમિલન યોજાય એવો દ્રઢ નિશ્ચય કર્યો.

આ અનુસંધાને હવે રેસ્ટ ઓફ ગુજરાત ઝોન નો યજમાન તરીકે નો વારો હોઇ આગામી વર્ષ ૨૦૧૭ માં સ્નેહમિલન યોજવા માટે નું યજમાન પદ નું આમંત્રણ પાઠવવા માં આવેલ છે.

ત્યાર બાદ વારાફરતી આ ક્રમમાં વર્ષ ૨૦૧૯ માં કચ્છ ઝોન,વર્ષ ૨૦૨૧ માં સાબરકાંઠા ઝોન વર્ષ ૨૦૨૩ માં મુંબઇ – મહારાષ્ટ્ર – કર્ણાટક ઝોન ના યજમાન પદે યોજાતા રહેશે.